WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Solar Rooftop yojna 2023 : ઘરે સોલાર પેનલ લગાવો અને 25 વર્ષ સુધી લાઇટ બિલ નહીં ભરવું પડે, જાણો સંપૂર્ણ વિગતો અહીથી

Solar Rooftop yojna 2023 : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલતી હોય છે. આમાંની એક યોજના છે સોલર રૂફ ટોપ યોજના, આ યોજના ચાલુ કરવાનો મુખ્ય ઉદેશ એ છે કે રોજિંદા જીવનમાં પ્રદૂષણ નું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે કેમ કે લોકો ખૂબ જ પ્રમાણમાં સૌર ઊર્જનો ઉપયોગ કરે છે એના માટે કોલસાની જરૂર પડે છે અને કોલસમાંથી સૌર ઉર્જા ની પ્રક્રિયા કરતાં ઘણું બધુ પ્રદૂષણ થાય છે જે ના થાય એના માટે સરકારે  સોલર રૂફ ટોપ યોજના શરૂ કરી છે, તો ચાલો આપણે જાણીએ આ યોજના વિશેની સંપૂર્ણ વિગતો.

Solar Rooftop yojna 2023
Solar Rooftop yojna 2023

Solar Rooftop yojna 2023

યોજનાનું નામ સોલાર રૂફ ટોપ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી કેન્દ્ર સરકાર
લાભ કોને મળે દેશના તમામ નાગરિકો
મળવાપાત્ર સબસીડી 20% થી 40%
ઓફિશિયલ વેબસાઈટ solarrooftop.gov.in

સોલાર રૂફ ટોપ યોજના શુ છે ?

જો આપણે આપણાં સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને બચાવવા હોય તો વૈજ્ઞાનિકોના વિકલ્પ શોધ કરી રહી છે જેમકે પર્યાવરણ નો મુખ્ય ઊર્જાનો સ્રોત એ આપણે સૂર્ય ઉર્જા તેમજ આવાં ઉર્જા તેમ જ દરિયાના મોજા ઉપર થી આપણે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છીએ, જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આમ કુદરત દ્વારા આપવામાં આવતા ઊર્જા સ્રોત તરીકે કુદરતી ઊર્જા સ્રોતનો પર્યાવરણ તેમજ મનુષ્ય માટે કોઈ પણ પ્રકારના નુકસાન કરતા નથી તેથી આપણે સતત ઊર્જાનું ઉત્પાદન કરવા માટે આ કુદરતી ઊર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.

જ્યારે વીજળી એ કોલસામાંથી બનાવવામાં આવે છે. ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ(CO2) અને અન્ય ઘણા બધા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જે માણસોના સ્વાસ્થ્ય માટે હાનિકારક તેમજ પૃથ્વી પર ઓઝોનના સ્તર ને નુકસાન કરે છે.તેથી ગુજરાત સરકાર દ્વારા આપણે ધ્યાનમાં રાખીને ગુજરાત સોલાર રુફ્ટોપ યોજના (Gujarat Solar Rooftop Yojana) શરૂ કરવામાં આવેલી છે.

Solar Rooftop yojna 2023 લાભ

  • સોલાર પેનલ છત પર લગાવવાથી મફત વીજળી મળશે,આ વીજળીનો ઉપયોગ ઘર વપરાશ માટે કરી શકાય છે અને લાઈટબીલ માંથી મુક્તિ મળે છે.
  • ઘર વપરાશ દરમિયાન વધેલી વધારાની વીજળીને નજીકના ગ્રીડમાં વેચીને વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરેલા ભાવ મુજબ કિલોવોટ પ્રમાણે ગ્રાહકોને નિયત રકમ ચુકવવામાં આવે છે.આ રકમ દ્વારા ડાયરેકટ બેંક ખાતામાં ચુકવવામાં આવશે.
  • સોલાર રૂફ ટોપના ઈન્સ્ટોલેશન બાદ 5 વર્ષ સુધી એજન્સી દ્વારા પેનલનું મફત મેન્ટેનન્સ કરી આપવામાં આવશે.
  • સૌર ઊર્જાના ઉપયોગ થી દેશમાં હવાનું પ્રદુષણ ઘટશે અને હરિત ઉર્જાનો ઉપયોગ વધશે.

સોલાર રૂફટોપ સબસિડી યોજના લાભો

સોલાર રૂફટોપ સબસિડી યોજના ગ્રાહકોને અસંખ્ય લાભો પ્રદાન કરે છે. આ યોજના ગ્રાહકોને તેમના ઘરની છત પર રૂફટોપ સોલાર લગાવીને વીજળીના બિલમાં બચત કરવા સક્ષમ બનાવે છે. સોલાર પેનલ અત્યંત ટકાઉ હોય છે અને 25 વર્ષ સુધી ટકી શકે છે. પસંદ કરેલ એજન્સી ગ્રાહકોની છત પર સ્થાપિત થયેલ સોલાર પેનલને 5 વર્ષ સુધી જાળવી રાખશે, પેનલની આયુષ્ય સુનિશ્ચિત કરશે.

ખેડૂતો તેમની સોલાર પેનલની નોંધણી કરીને વધારાની આવક મેળવીને પણ યોજનાનો લાભ મેળવી શકે છે. તેઓ ડીઝલનો ઉપયોગ કર્યા વિના તેમના ખેતરોમાં સિંચાઈ માટે સોલાર પેનલનો ઉપયોગ કરી શકે છે અને વધારાની સોલાર પેનલ લગાવીને તેઓ સરકાર કે વીજ કંપનીઓને વધારાની વીજળી વેચી શકે છે અને લાખો રૂપિયા કમાઈ શકે છે.

Solar Rooftop yojna 2023 માટે અરજી કોણ કરી શકે ?

  • સોલાર પેનલના ઈન્સ્ટોલેશન માટેની જગ્યા વ્યક્તિની પોતાના માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહક કાયદેસર તે જગ્યાનો હક ધરાવતો હોવો જોઈએ.
  • સોલાર રૂફ ટોપમાં ઉપયોગ થયેલ સોલાર સેલ અને સોલાર મોડ્યુલ મેડ ઇન ઇન્ડિયા હોવા જોઈએ.જો વિદેશી કંપની ના હશે તો સબસીડી મળશે નહીં.
  • ફક્ત નવા સોલાર પ્લાન્ટ અને મશીનરી માટે જ મંજૂરી આપવામાં આવશે અને તેને બીજે ક્યાંય ખસેડી શકાશે નહિ.

Solar Rooftop yojna 2023 ઓનલાઈન એપ્લાય

  • સોલાર રૂફ ટોપ યોજનાના ઓનલાઈન ફોર્મ માટે રાજ્ય સરકાર ની વેબસાઈટ www.suryagujarat.guvnl.in અથવા કેન્દ્ર સરકાર ની વેબસાઈટ www.solarrooftop.gov.in પર જઈને એપ્લાય કરી શકાશે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ ટેક્નિકલ ફિઝિબિલિટી અપૃવલ માટે સંબંધિત ડિસ્કોમને ઓનલાઈન મોકલવામાં આવશે.
  • ટેક્નિકલ ફિઝિબિલિટી અપૃવલ થયા બાદ પોર્ટલ પર નોંધણી થયેલ કોઈપણ વેન્ડર ના માધ્યમથી રૂફ ટોપ સોલાર લગાવો.
  • રૂફટોપ લગાવ્યા પછી તેનું વિવરણ પોર્ટલ પર ભરો અને નેટ મીટરિંગ માટે અરજી કરો.
  • સંબંધિત ડિસ્કોમ પ્લાન્ટ ની તપાસ બાદ નેટ મીટર લગાવશે અને પોર્ટલ પર અપલોડ કરશે.
  • નેટ મીટર લાગ્યા પછી ઉપભોક્તા મીટર માટે અરજી કરી શકે છે જેના માટે તેમને તેમના બેંક એકાઉન્ટ ની ડિટેલ્સ તથા કેન્સલ કરેલ ચેકની એક કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
  • કેન્દ્ર સરકારની સબસીડી ઉપભોક્તાના ખાતામાં કામકાજ ના 30 દિવસમાં ખાતામાં જમા કરવામાં આવશે.
  • પ્રત્યેક ચરણની નવીનતમ સ્થિતિ ની જાણકારી પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ રહેશે.

Solar Rooftop yojna 2023 સબસીડી માટે ડોક્યુમેન્ટની યાદી

  • વિક્રેતા,ઉપભોક્તા અને ડિસ્કોમ અધિકારી દ્વારા સહી કરાયેલ સોલર કમિશનિંગ રિપોર્ટ
  • રૂફટોપ સોલાર પેનલ માટે વેન્ડર તરફથી આપવામાં આવેલું બિલ
  • 10kw કરતા વધુ સેટઅપ માટે CEI દ્વારા આપવામાં ચારજિંગ પરવાનગી માટેનું પ્રમાણપત્ર
  • 10kw કરતા ઓછા સેટઅપ માટે ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર અથવા કોન્ટ્રાક્ટરનું સર્ટિફિકેટ
  • સયુંકત સ્થાપન અહેવાલ જે ઉપભોક્તા અને સૂચિબદ્ધ વિક્રેતા દ્વારા સહી કરેલ જે ઈન્સ્ટોલેશન વિશે માહિતી પૂરી પાડે છે.

Solar Rooftop yojna 2023 સબસીડી

3kv સુધી 40%
3kv થી વધુ અને 10kv સુધી પ્રથમ 3kv સુધી 40% અને 3kv પછીની ક્ષમતા માટે 20%
10kv થી વધુ પ્રથમ 3kv સુધી 40% અને 3kv પછીના 7kv માટે 20%
10kv પછીની ક્ષમતા માટે સબસીડી મળશે નહીં

Solar Rooftop yojna 2023 હેલ્પલાઇન નંબર

સોલાર રૂફ ટોપ યોજના વિશે કોઈપણ માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબર: 1800 180 3333 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો અથવા ઓફિશિયલ ઈમેલ id પર [email protected] પર મેલ કરીને માહિતી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક : 

સોલાર રૂફ ટોપ યોજના ઓફિશિયલ પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો
સોલાર રૂફ ટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા લિંક 1  લિંક 2
મારુ ગુજરાત માહિતી  હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a comment