WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PAN and Aadhar Link 2023 : પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરો 30 જૂન પેહલા, નહિતર કેન્સલ થઈ જશે પાનકાર્ડ

PAN and Aadhar Link 2023 : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ (સીબીડીટી)એ તાજેતરમાં સોશિયલ મિડિયા પર માહિતી આપી હતી કે, પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે જે વ્યક્તિ નું નહીં હોય તેનું પાન કાર્ડ કેન્સલ કરી દેવામાં આવશે. ત્યારબાદ તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 30 જૂન પેહલા લેટ પેનલ્ટી સાથે પાન કાર્ડ લિન્ક નહીં હોય તો એ લોકો નું પાન કાર્ડ કેન્સલ કરી દેવામાં આવશે.

PAN and Aadhar Link 2023
PAN and Aadhar Link 2023

PAN and Aadhar Link 2023

પોસ્ટનું નામ PAN and Aadhar Link
ડીપાર્ટમેન્ટ ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ – ભારત સરકાર
સુવિધા ઓનલાઈન
લીંક કરવાની તારીખ 30 જૂન 2023
સત્તાવાર વેબસાઈટ eportal.incometax.gov.in

PAN and Aadhar Link 2023

સીબીડીટીએ દરેક કરદાતાને આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તક આપી છે. જો આધારકાર્ડ પાનકાર્ડ લિંક નહી કરવામાં આવે તો પાનકાર્ડ સાથેના વ્યવહારો અટકી જશે. 50 હજાર ઉપરની રોકડ ઉપાડ, બે લાખથી વધારેની ફિક્સ ડિપોઝીટ, વિદેશ પ્રવાસ, મકાનની ખરીદી-વેચાણ જેવા વ્યવહારોમાં પાનકાર્ડની જરૂરિયાત ઉભી થાય છે. જો કરદાતા 30 જૂન 2023 સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહી કરે તો ઘણા બધા કરદાતાઓ ઇન્કમટેક્સના રીફંડ અને વ્યવહારો અટકી જશે.

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

PAN and Aadhar Link, પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવા માટે નીચે આપેલ સરળ સ્ટેપનો ઉપયોગ કરો. પહેલા NSDL પોર્ટલ પર જઈને ફી ભરવાની રહેશે. ફી ભરવાની તમામ માહિતી લેખની પૂરો થાય પછી એક લિંક આપેલ છે. ત્યાર બાદ નીચેના સ્ટેપ જુઓ.

  • સ્ટેપ 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.
  • સ્ટેપ 2 : જો નવા યુઝર છો તો રજીસ્ટ્રેશન કરો અથવા રજીસ્ટ્રેશન કરેલ હોય તો લોગીન બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : પાનકાર્ડ નંબર / આધારકાર્ડ નંબર / અન્ય યુઝર ID નો ઉપયોગ કરીને લોગીન કરો.
  • સ્ટેપ 4 : આપેલ વિકલ્પમાંથી Link Aadhaar વિકલ્પ પર જાઓ.
  • સ્ટેપ 5 : પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખો.
  • સ્ટેપ 6 : Validate બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 7 : તમે પેમેન્ટ કર્યું હશે એનું વેરીફીકેશન બોક્સ ખુલશે જેમાં ચલણ નંબર એ બધી માહિતી આપેલ હશે.
  • સ્ટેપ 8 : Continue બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 9 : આધારકાર્ડ પ્રમાણે નામ અને મોબાઈલ નંબર લખો.
  • સ્ટેપ 10 : મોબાઈલ નંબર પર 6 આંકડાનો OTP આવશે.
  • સ્ટેપ 11 : OTP નંબર લખી Validate બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 12 : પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સફળ થયેલ બોક્સ મેસેજ આવશે.

PAN and Aadhar Link 2023 સ્ટેટ્સ કેવી રીતે જોવું ?

  • આ માટે તમારે સૌ પ્રથમ incometax.gov.in વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
  • https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા તેમા આપેલ ‘View Link Aadhaar Status’ વિકલ્પ શોધવાનો રહેશે.
  • તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
  • જો તમારું પાન તમારા આધાર સાથે લીંક હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.
  • તમારો 10 અંકનો પાન નંબર > 12 આંકડાના આધાર નંબર સાથે લિંક થશે તે નંબર>.

મહત્વપૂર્ણ લિન્ક : 

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો અહીં ક્લિક કરો
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સ્ટેટ ચેક કરો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

Leave a comment