Gujarat GO Green Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચાલતી હોય છે, જેમાંની એક છે ગુજરાત ગો ગ્રીન યોજના. આ યોજના અંતર્ગત શ્રમિકોને 30000 રૂપિયાની સહાય આપવામાં આવે છે ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા માટે, તો ચાલો જાણીએ કેવી રીતે મળે છે આ યોજનામાં સહાય નીચે આપેલ લેખ દ્વારા.

Gujarat GO Green Yojana 2023
યોજનાનું નામ | Go Green શ્રમીક યોજના |
આ યોજનાનો ઉદ્દેશ્ય | શ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય |
લાભાર્થી જુથ | રાજયના નોંધાયેલા શ્રમીકો |
મળવાપાત્ર સહાયની રકમ | સ્કુટર ખરીદીના 50 % અથવા 30000 રૂ. |
અમલીકરણ | ગુજરાત લેબર વેલ્ફેર ફંડ |
ઓફીસીયલ વેબસાઈટ | gogreenglwb.gujarat.gov.in |
Gujarat GO Green Yojana 2023 યોજનાના લાભ
સ્કુટર સબસીડી યોજના નિયમો શું છે?
- FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
- એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
- ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં
- મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.
ગો ગ્રીન યોજના હેઠળ ટૂ-વ્હીલરની ખરીદી પર કેટલી સહાય મળવાપાત્ર છે?
રાજ્યને ગ્રીન – પોલ્યુશન ફ્રી બનાવવા તથા શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા “ગો-ગ્રીન યોજના” લોન્ચ કરવામાં આવી છે, GO GREEN India તે અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત સંગઠીત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. જે અંતર્ગત ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી પર 30 ટકાથી 50 ટકા અથવા રૂ.30,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે.
Gujarat GO Green Yojana 2023 અરજી કેવી રીતે કરવી ?
તેમજ RTO ટેક્સ અને રોડ ટેક્સમાં પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી કરી શકે તે માટે www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
મહત્વપૂર્ણ લિન્ક :
ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |