Gujarat Monsoon News 2023 : હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ દ્વારા કેટલા ટાઈમ થી વાતાવરણ ને લઈ ને આગાહી કરી રહ્યા છે, હમણાં જ એમના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતનાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરી છે.
Gujarat Monsoon News 2023
Gujarat Monsoon News : ગુજરાતમાં ચોમાસાને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. આ સાથે આગાહી કરી છે કે, 25 જૂનથી ગુજરાતના વધુ વિસ્તારોને ચોમાસુ આવરી લેશે.Gujarat Monsoon News 2023
6 દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 27 જૂનથી 2 જૂલાઈ સુધી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે કહ્યું કે, ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર આવશે. Gujarat Monsoon News 2023 રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદના કારણે મધ્યપ્રદેશમાં પૂર આવી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. નર્મદા નદીના વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા બે કાંઠે થઈ શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતમા તાપી નદીમાં જળસ્તર વધી શકે તેવી આગાહી પણ અંબાલાલે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર આજથી આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી છે. આજે અને આવતીકાલે વલસાડ અને દમણ, તો 27 જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ, તો 28 જૂને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.