WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બિપોરજોય વાવાઝોડું 2023 : જુઓ લાઈવ બિપોરજોય વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું ?, જુઓ હવામાન વિભાગની આગાહી

બિપોરજોય વાવાઝોડું : મિત્રો કેટલા સમયથી બિપોરજોય નામનું વાવાઝોડું ગુજરાત પર મંડરાઈ રહ્યું છે.  ત્યારે આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે કે પાકિસ્તાન તરફ ફંટાઇ જશે તેના તરફ લોકોની મીટ મંટાઇ રહિ છે.  હવે ગુજરાત ના દરિયાકિનારા ના જિલ્લાઓ પર અસર થાય તેવે શકયતાઓ દેખાઇ રહિ છે. ત્યારે ચાલો જાણીએ આ અંગે હવામાન વિભાગની શું આગાહિ છે અને વાવાઝોડાના સંભવિત જોખમને લઇ ને તંત્ર એ શું તૈયારીઓ કરી છે.

બિપોરજોય વાવાઝોડું
બિપોરજોય વાવાઝોડું

બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોંચ્યું

બિપોરજોય વાવાઝોડું બન્યું વધુ સિવિયર સાયકલોન બની રહ્યું છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા માટે ચિંતાના સમચાર સામે આવી રહ્યા છે. હાલમાં બિપોરજોય વાવાઝોડુ દ્વારકાથી 530 કિમી દૂર છે. તેમજ સતત દિશા બદલી રહેલા વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાનની વચ્ચે જોવા મળી રહી છે. વાવાઝોડું 9 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું છે. અરબી સમુદ્રમાં દક્ષિણ – પશ્ચિમ પોરબંદર તરફ વાવાઝોડાની ગતિ છે. તેમજ 24 કલાકમાં વાવાઝોડાના લેન્ડફોલની દિશા ખબર પડશે. આ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના છે.  આગામી 36 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે.

  • બિપોરજોય વાવાઝોડાની તીવ્રતા વધી
  • પોરબંદરથી 480 કિમી દૂર વાવાઝોડું
  • પ્રતિકલાક 7 કિમીની ઝડપે વધી રહ્યું છે આગળ
  • આજે દરિયાકાંઠે 45-55 કિમીની ઝડપે પવન ફૂંકાશે
  • 6 કલાક બાદ અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાશે
  • વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા
  • 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર-કચ્છ કાંઠે પહોંચી શકે
  • પાક. અને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે પહોંચી શકે છે
  • દરિયાકાંઠે તંત્ર એલર્ટ મોડ પર
  • પોરબંદર, ગીરસોમનાથ, વલસાડમાં NDRF તૈનાત
  • કચ્છમાં SDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ
  • દરિયાકાંઠે કોસ્ટગાર્ડ પણ એલર્ટ મોડ પર
  • તમામ બીચ પર્યટકો માટે બંધ કરાયા
  • માછીમારોને દરિયામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ
  • બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ યથાવત
  • આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
  • વાવાઝોડાના કારણે ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ
  • દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી
  • અમદાવાદમાં પણ ગાજવીજ સાથે પડી શકે વરસાદ
  • 12 જૂનથી રાજ્યમાં વરસાદ વધી શકે
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન

વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન કર્યું છે કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું ભયાનક બનશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જૂનાગઢમાં ભારે પવન ફુંકાશે અને વાવાઝોડાથી અરબ સાગર ખળભળી ઉઠશે.

 

બિપોરજોય વાવાઝોડું હવામાન વિભાગની આગાહિ

દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પહોંચે તેવી શક્યતાઓ છે. ગુજરાતની દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો છે. જેમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા પાસેથી પસાર થશે. તેમાં પોરબંદરથી વાવાઝોડુ 890 કિમી દૂર છે. ત્યારે પ્રતિ કલાક 6 કિમીની ઝડપથી બિપોરજોય વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ બિપોરજોય વાવાઝોડાથી તમામ બંદરો પર ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

 

લોકોનુ સ્થળાંતર

પાછલા વર્ષો દરમિયાન આવેલા તૌકતે દરિયાઈ વાવાઝોડાને કારણે સોમનાથ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના ઘણા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતુ. તંત્ર તરફથી દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમા સર્વે કરી આશ્રસ્થાનો અને શેલ્ટર હોમની યાદિઓ કરી લેવામા આવી છે. જરૂર જણાયે જરૂરિયાત વાળા લોકોનુ ત્યા સ્થળાંતર તાત્કાલીક કરવામા આવશે. ત્યારે જિલ્લા અને તાલુકા મથકે વાવાઝોડાની આગાહિ ને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરવામા આવ્યા છે.

મહત્વપૂર્ણ લિન્ક : 

હવામાન વિભાગની આગાહિ PDF અહીં ક્લિક કરો
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a comment