WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM Kisan 14th Installment 2023 : પ્રધાનમંત્રી કિસાન યોજનાના 14માં હપ્તાનું લિસ્ટ જાહેર થઈ ગયું છે, જુઓ તમારું નામ લિસ્ટ માં છે કે નહિ @pmkisan.gov.in

PM Kisan 14th Installment 2023 : સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચાલતી હોય છે જેથી ખેડૂતોને દરેક પ્રકારના લાભ મળી રહે. સરકારે ખેડૂતો માટે એક યોજના ચાલુ કરેલ છે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન યોજના, આ યોજના અંતર્ગત ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા હપ્તા તરીકે તેમના ખાતામાં મોકલવામાં આવે છે. આ યોજના માટેનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે, તો આ વખતે 14માં હપ્તાનું લિસ્ટ જાહેર થઈ ગયેલ છે તો લિસ્ટમાં નામ છે કે નહીં તેમજ વધારે માહિતી આપણે નીચે આપેલ લેખ દ્વારા જાણીશું.

PM Kisan 14th Installment 2023
PM Kisan 14th Installment 2023

PM Kisan 14th Installment 2023

આર્ટીકલનું નામ / યોજના પ્રધાનમંત્રી કિસાન યોજના 2023
મળવા પાત્ર સહાય 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
લાગુ પડતા રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
લાભાર્થીઓ ભારત દેશ નાં ખેડૂતો
કેટલામો હપ્તો જાહેર થશે 14મોં હપ્તો
વેબસાઇટ pmkisan.gov.in

PM Kisan Yojna 14 મોં હપ્તો જમા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM kisan 14th Installment 2023) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 14 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 14મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. PM kisan 14th Installment, હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે.

પીએમ કિસાન યોજના અહીંથી જુઓ લિસ્ટ માં તમારું નામ છે કે નહિ

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિસીયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

PM Kisan 14th Installment 2023 હપ્તાનુ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું ?

14મોં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.

  • સ્ટેપ 1: સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
  • જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 14મો હપ્તો નહીં મળે.

મહત્વપૂર્ણ લિન્ક : 

PM કિસાન યોજનાની વેબસાઈટ અહીં ક્લિક કરો
યોજના અપડેટ માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં અહી ક્લિક કરો

Leave a comment