Kuvarbai Nu Mameru Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચાલતી હોય છે જેમાં ની એક છે કુંવરબાઈનું મામેરું યોજના જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જોવા મળે છે. આ યોજના દ્વારા સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 10,000 રૂપિયા નો લાભ આપે છે. આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી તેમજ અરજી કેવી રીતે કરવી તમામ બાબતો નીચે આપેલ લેખ માં આપેલ છે.
Kuvarbai Nu Mameru Yojana 2023
યોજનાનું નામ | Gujarat Kuvarbai nu Mameru Yojana |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે. |
લાભાર્થી | ગુજરાત દીકરીઓને |
સહાયની રકમ-1 | તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય |
સહાયની રકમ-2 | ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય |
માન્ય વેબસાઈટ | esamajkalyan.gujarat.gov.in |
કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ
- રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.
Kuvarbai Nu Mameru Yojana 2023 યોજનાના નિયમો
કુંવરબાઇ નું મામેરું યોજના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને મળવાપાત્ર છે.
- પરિવારમાં 2 (બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે kuverbai nu mameru yoajna નો લાભ મળશે.
- લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
- લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
- લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં kuvarbai nu mameru form online apply કરવાનું રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
- સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને “સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના”ની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
Kuvarbai Nu Mameru Yojana 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ
- કન્યાનેઆધાર કાર્ડ
- કન્યાના પિતા નું આધાર
- કન્યાનો જાતિનો દાખલો
- કન્યાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા તેમનો જન્મ નું પ્રમાણપત્ર
- કન્યાના પિતા ના વાર્ષિક આવકનો દાખલો એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ (Income Certificate)
- કન્યા નું રહેઠાણના પુરાવા માટે નીચે આપેલામાંથી ગમે તે એક
- રેશનકાર્ડ
- લાઈટ બિલ
- ચૂંટણી કાર્ડ
- કન્યાના બેંકની પાસબુક
- કન્યા નો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- કન્યાની જાતિનું પ્રમાણપત્ર
- વરરાજાનું જાતિનો દાખલો જે મામલતદાર પાસેથી મળશે
- વરરાજા નું જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ
- લગ્નની કંકોત્રી
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- વર અને કન્યા બંનેનો સંયુક્ત ફોટો
Kuvarbai Nu Mameru Yojana 2023 માટે પાત્રતા અને માપદંડ
- સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
- આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
- કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
- કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
- ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
- અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
- જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
- લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
Kuvarbai Nu Mameru Yojana 2023 આવકમર્યાદા (Kuvarbai Nu Mameru Yojana Income Limit)
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6,00,000- (છ લાખ) નક્કી કરેલી છે.
Benefits Of Kuvarbai Nu Mameru Yojana
ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.
- જે કન્યાઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
- જે કન્યાઓએ તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.
Kuvarbai Nu Mameru Yojana 2023 માટે અરજી કેવી રીતે કરવી ?
કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.
- સૌપ્રથમ તમે કુંવરબાઈનું મામેરુ યોજના ની અરજી કરવા માટે ઈ સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જાવ https://esamajkalyan.gujarat.gov.in/
- જો તમે નવા યુઝર છો તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો તમે ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરી લો
- ત્યારબાદ તમારા રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આઈડી પાસવર્ડ લોગીન કરી લોગીન કરી લો
- ત્યારબાદ તમારે કુવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- તમારી સામે એક ઓનલાઇન ફોર્મ ખુલશે તેમાં તમારે તમારું માહિતી સાચી ભરવાની રહેશે
- ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ને સબમિટ કરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજીને કન્ફર્મ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
મહત્વપૂર્ણ લિન્ક :
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
કુંવરબાઈનું મામેરું યોજના ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |