Samras Hostel Admission 2023 : ગુજરાત સરકાર દ્વારા કેટલીક સુવિધાઓ ચાલતી હોય છે જેમાની સમરસ છાત્રાલય નામની સુવિધા ચાલુ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયેલ છે. આ સુવિધામાં સ્નાતક, અનુસ્નાતક તથા ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે ના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. આ સુવિધામાં અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા માંગતા તમામ વિધાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
ગુજરાતના દૂરના, અંતરિળાય અને જંગલીય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વતનથી દૂર જવાનું થાય ત્યારે રહેવા અને જમવાની તફલીફ સર્જાય છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને સમસર હોસ્ટેલ વિવિધ વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામાં આવેલ છે. રાજ્યના અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાતવર્ગ(EBC) વિદ્યાર્થીઓને મફતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
સમરસ હોસ્ટેલ પ્રવેશ નિયમો
સમરસ હોસ્ટેલ પ્રવેશ માટે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ ની ટકાવારીના આધારે મેરીટના આધારે એડમીશન આપવામાં આવશે. (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ માર્ક મેળવેલ હોવા જોઈએ.)
વિદ્યાર્થી માત્ર ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ નિયત સમયમાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રો નુ ડોકયુમેન્ટ વેરીફીકેશન કરાવવાનુ હોય છે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા એડમીશન નિયત કરવામાં આવશે.
જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.
સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરતા છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઓફીસીયલ દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકે છે.
ગુજરાત સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ 2023-24 યાદી