WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gyan Sadhana Scholarship 2023 : ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓને 25000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળશે, જાણો સંપૂર્ણ માહિતી

Gyan Sadhana Scholarship 2023 : ગુજરાત સરકાર દ્વારા વિધાર્થીઓ માટે ઘણી બધી શિષ્યવૃત્તિ યોજના ચાલતી હોય છે, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ એવા વિધાર્થીઓ માટે ચાલુ કરવામાં આવી છે કે જે વિધાર્થીઓ આર્થિક સ્થિતિ સારી ન હોય અને આગળ ભણવા માંગતા હોય એવા લોકો માટે ચાલુ કરવામાં આવી છે. આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખ દ્વારા જાણીશું.

Gyan Sadhana Scholarship 2023

યોજના જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
અમલીકરણ વિભાગ શિક્ષણ વિભાગ
લાભાર્થી ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપ ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
ફોર્મ ભરવાની તારીખો 11-5-2023 થી 26-5-2023
પરીક્ષા તારીખ 11-6-2023
ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org
પસંદગી પરીક્ષા દ્વારા

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે?

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ રૂપિયા 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની પરીક્ષા પાસ કરવાની રહેશે. આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 તથા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવશે. જો કે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીના આધારે જ આ સ્કોલરશીપ સહાય ચૂકવવામાં આવશે. આ સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર)થી જમા કરવામાં આવશે.

Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના યોજના માટેની પાત્રતા

Gyan Sadhana Scholarship 2023: આ યોજનામા જે વિધાર્થીઓ પરીક્ષા માટે અરજી કરી લાભ મેળવવા માંગે છે, તેઓ નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવી જરૂરી છે.

  • જે વિધાર્થી આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધી સળંગ અભ્યાસ કરી, ધોરણ ૮ માં પાસ કરેલ હોવુ જરુરી છે.
  • જો વિધાર્થી RTE Admission યોજના હેઠળ કોઈપણ સ્વનિર્ભર શાળામા ધોરણ ૧ થી ૮ સુધી અભ્યાસ કરેલ હોય તો તે પણ આ યોજના માટે પાત્ર ગણાશે.
  • વાલીની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦ કરતા વધુ ન હોવી જોઈએ.

Gyan Sadhana Scholarship 2023 પરીક્ષા ફી

  • શિષ્યવૃત્તિ કાર્યક્રમ માટે જ્ઞાન સાધના એપ્ટિટ્યુડ ટેસ્ટ પૂર્ણ કરવાની જરૂર પડશે જે અરજી ફોર્મ સબમિટ કરતી વખતે વિદ્યાર્થીને કોઈ ખર્ચ વિના આવે છે.

પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન 

  • પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્ન-MCQ આધારિત હશે
  • પરીક્ષાના ગુણ 120 અને સમય 1.30 કલાક છે
  • પરીક્ષાની ભાષા અંગ્રેજી/ગુજરાતી છે
કસોટી પ્રશ્નો ગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 40 40
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 80 80

જ્ઞાન સાધના સ્કોલરશીપ હેઠળ કેટલી શિષ્યવૃત્તિ મળશે?

આ સ્કોલરશીપ હેઠળ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ મળશે.

●ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 20,000 સ્કોલરશીપ મળશે.

●ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.

પરીક્ષાનો કાર્યક્રમઃ

Gyan Sadhana Scholarship 2023
Gyan Sadhana Scholarship 2023

જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા

આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
  • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ઓનલાઇન અરજી પ્રોસેસ

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
  • તેમા Apply Online પર ક્લીક કરો.
  • તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
  • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
  • છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
  • આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિન્ક : 

Gyan Sadhana Scholarship Notification PDF અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Gyan Sadhana Scholarship 2023 FAQ : 

1. જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું ?

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ નું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે

2. જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ની વેબસાઈટ શું છે ?

  • sebexam.org

3. જ્ઞાન સાધના સ્કોલરશીપ અરજી ફોર્મ ની છેલ્લી તારીખ શું છે ?

  • ૧૧-૦૫-૨૦૨૩ થી ૨૬-૦૫-૨૦૨૩

Leave a comment