WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Power Tiller Sahay Yojana 2023 : ખેડૂતોને મળશે પાવર ટીલર સાધન માટેની સહાય, જાણો કેવી રીતે ફોર્મ ભરવું

Power Tiller Sahay Yojana 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ નામની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. આ પોર્ટલમાં ખેડૂતોને મળતા દરેક યોજનાના લાભો ની વિગતો આપેલ હોય છે. તાજેતરમાં જ એક એવી યોજના ચાલુ કરેલ છે જેનું નામ છે પાવર ટીલર સાધન સહાય યોજના, આ યોજના વીસેની માહિતી આપણે નીચે આપેલ લેખ દ્વારા જાણશું.

Power Tiller Sahay Yojana 2023
Power Tiller Sahay Yojana 2023

Power Tiller Sahay Yojana 2023

યોજનાનું નામ Power Tiller Sahay Yojana 2023
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુ બાગાયતી યોજનાઓ
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર પોર્ટલ https://ikhedut.gujarat.gov.in
છેલ્લી તારીખ 31/05/2023
મળવાપાત્ર લાભ  8 HP થી ઓછા & વધુ પાવર ટીલર
જાતિ મુજબ લાભ સામાન્ય /અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને

Power Tiller Sahay Yojana 2023 લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.Power Tiller Sahay Yojana 2023

  • ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  • કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. ખાતાદીઠ એક જ વાર
  • ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

Power Tiller Sahay Yojana 2023 લાભ લેવા માટેના આધાર પુરાવા

  1. જમીન ના 7/12 ની નકલ
  2. SC/ST જાતિના હોય તો તેનું પ્રમાણપત્ર
  3. લાભાર્થી નું આધારકાર્ડ
  4. જો લાભાર્થી વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ
  5. રેશનકાર્ડ ની નકલ
  6. બેંકના પાસબુક ની નકલ
  7. મોબાઈલ નંબર
  8. દૂધ મંડળી કે ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત.
  9. જમીનમાં સંયુક્ત ખાતેદાર હોય તો તમામ હિસ્સેદારોના સંમતિપત્ર

Power Tiller Sahay Yojana 2023 | સામાન્ય વર્ગના ખેડૂતો માટે

  • સામાન્ય જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 50,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 BHP થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 70,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાન્ય વર્ગના,નાના,સિમાંત અને મહિલા ખેડૂતો માટે

  • આ જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 65,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 BHP થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 85,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

Power Tiller Sahay Yojana 2023 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ બાગાયતી યોજનાઓ લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 50 & 51 – “ પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) ” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ Click Here
HomePage Click Here

Leave a comment